Navratri-2024 Day-2 (06-10-2024)
REGISTRATION CLOSED !!
ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ નવરાત્રિ — ૨૦૨૪
નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભભકેલી,
પર્વત પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી,
બની ચંપક વેલી માણ્ય ભરેલી સોળ સાહેલી શણગારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી…..
એવી આઘે-આઘે માતજીની પ્રચંડ ધજા વર્તાય છે ત્યારે આરાસુરથી માં અંબા પોતે આપણાં આંગણે, સ્ટુટગાર્ટ પધારવાનાં છે. તો આપણે સૌ એક નવી ઊર્જા સાથે માતાજીનું સ્વાગત અને સ્થાપન કરીશું, રાસ રમીશું, એમની પ્રચંડ કિર્તીનું ગાન કરીશું અને નવરાત્રિનો ઉત્સવ મનાવીશું.
તા. ૦૫, ૦૬ અને ૧૨, ૧૩ એમ ચાર દિવસ આપણે ગરબે ઘૂમીશું.
ભોજન: સ્વયંપાક (પોટલક). ૫૬ ભોગ.
ફાળો: ૮ યુરો પ્રતિવ્યક્તિ (૬ વર્ષથી ઉપરનાં ઉંમરલાયક બાળકો માટે). આવા સેવાકિય કાર્યક્રમો ને પ્રોત્સાહન આપવા વધુ ફાળો નોંધાવી શકો છો.
પ્રવેશ: સરિયા ઉપર ટિંગાઈને બારી માંથી રુમાલ મુકી શકે એવા સશક્ત ધૂરંધરો માટે વહેલાં તે પહેલાંનાં ધોરણે
રુપરેખા: રુમાલ સિટ પર મૂકાઈ જાય એટલે ઇ-મેઈલ થી મળી જશે.
તૈયારી: પારંપરિક પોશાકમાં ફિટ થવું, પત્નિને ઘર કામમાં મદદ કરવી, આગલા દિવસથી સખણાં રહેવું જેથી સમયસર હોલ પર પહોચી શકાય, આખા કાર્યક્રમ દરમિયાન અને પછી પણ હોલ પર નાના મોટાં કામો માં સહકાર આપવો, ખુબ જમવું અને ઢોલ (સ્પિકર) તૂટે ત્યાં સુધી ગરબા લેવાં, જમતી વખતે સ્વચ્છતા જાળવવીં, ચા થી મોટો કોઇ નશો નથી અને આ એક ધાર્મિક પ્રસંગ છે એ યાદ રાખવું, પોતાનાં બાળકોને પોતાનાં જ ગણી સાંચવવાં, સુંદરતામાં ચરબિ સમુદ્ર કરતાં અરબિ સમુદ્ર વધું રુડો લાગે એવું ધ્યાને ધરવું વગેરે…
શણગાર સજેલી આપ અકેલી સિંહ ચડેલી ચમકેલી,
શિખર પર સેલી વરે વહેલી તિહાં રહેલી રણઘેલી,
જ્યોતી ઝળકેલી ધજા ફરકેલી આપ દિઠેલી અણધારી,
ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી….
એલચિ: સુખ એટલે આપણી પહોંચમાં હોય તેટલા ફૂલોનો ગજરો બનાવવાની કળા. — મહેન્દ્રભાઈ મેઘાણી
https://www.gujaratisamaj.de/events
(નોંધ : ફોર્મ ભર્યા પછી જેમનું રેજીસ્ટ્રેશન નક્કી થાય એમને ટિકિટ ધરાવતો ઇમેઇલ ૩ દિવસની અંદર-અંદર આવશે અને રિજેક્ટ થશે તો મૂલ્ય પાછું મળી જશે. તમારા ID કાર્ડ માં હોય એ નામ થી રેજિસ્ટર કરવા વિનંતી.)
આપની સેવામાં,
ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ
Rules and Regulations:
The following are the rules and regulations that need to adhere for the smooth organization of the function.Registration Registration will take place at the registration desk (entrance) of the Hall.
- Registration will be completely non-transferable for every participant and in case of cancellation by a participant it’s completely non-refundable.
- Registration has to be made in advance since cash payment at the venue will not be possible anymore.
- Show your ticket at the registration desk which you have received after payment confirmation.
- Your registration is binding and is also refundable ONLY in case of Event cancellation.
- Please cooperate to make this event a memorable and enjoyable one for all of us.
Food
- Paper-dish, spoons, tissue, water, etc will be provided at the event.
- Please throw empty dishes/rest according to instructions and try to maintain cleanliness during the event.
- You can bring “PRASAD” with you if you want.
General & Hygiene
- The event can be called off last minute if there are any changes in the guidelines from local
authorities or permissions for the events are revoked by local authorities - Rules and Regulations are subject to change. The final decision will be taken by the Event organizers,
Gujarati Samaj e.V. - Guests need to take care of their own belongings, etc. (Event organizers are not responsible for that.)
- Make sure to use disinfectants and hand sanitizers throughout the event.
- Please try to maintain cleanliness during the event.
- Make sure to not damage any property on the premises. You will be liable for any damages caused to facilities at the venue by you or by your children. Inform any one of the volunteers if you come
across any problems. - All participants must abide by the rules and regulations set by the BW govt for this Navratri event.
- By attending the event, you are accepting the General Data Protection Regulation (Gdpr). Your
registration data will be used only for event-related communications. Once the event is over, your
data will be deleted from our system.
Donation This is a completely non-profit event. So feel free to contact Event organizers if you want to donate any amount. ==================================================================================================================