વ્યક્તિ સજ્જન બને અને સજ્જનો સંગઠીત બને અને આવું સંગઠન સક્રિય બને એવા ઉદ્દેશથી Stuttgart માં ગુજરાતી સમાજ સક્રિય છે. વર્તમાન પેઢિને ગુજરાતની ધરતીની સુવાસ મળી રહે અને ભાવિ પેઢિને ગુજરાતની અસ્મિતાનો પરિચય અને સંસ્કાર મળે એવા સંનિષ્ટ પ્રયાસો ગુજરાતી સમાજ દ્વારા બિન નફાકારક રીતે કરવામાં આવે છે. ગુજરાતી ભાષા, સંસ્કૃતિ, કળા, સાહિત્ય, સંસ્કાર વગેરેનું સંચન થાય અને તહેવારો તથા એકબીજાનો સહકાર ઊજવાનો એક લક્ષ પણ સેવવામાં આવ્યો છે.
ગુજરાતી તહેવારો…!
દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ” તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, “મનના પ્રકાશની જાગૃતિ”.સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે.
આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે.
ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ તરીકે શ્રાવણ માસ ની આઠમના રોજ જન્માષ્ટમી નો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર ભારત ના લગભગ બધાજ રાજ્યોમાં ખુબજ હર્ષોઉલ્લાશ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી ના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં માતા દેવકીની કુખેથી થયો હતો.
મુખ્યત્વે ભગવાન કૃષ્ણ ના મુખ્ય ધામ દ્વારકા અને મથુરાના મંદિરોમાં ખુબજ શણગાર સાથે આ તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે.
યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.